સુરત : ગુરૂકૃપા સોસાયટીના રહીશોએ ખાડી પુરની સમસ્યા

પુણા અર્ચના સ્કુલ પાસે અને લક્ષ્મી નગર સોસાયટી પાસે આવેલ ગુરૂકૃપા સોસાયટીના રહીશોએ ખાડી પુરની સમસ્યાને લઈ અનેકવાર રજુઆતો કરાઈ હોવા છતા કોઈ નક્કર કામગીરી કરાઈ નથી ત્યારે હવે રસ્તા વચ્ચે શાકભાજી માર્કેટને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ સાથે સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કરતા પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી વિરોધ કરનારાની અટકાયત કરી હતી.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની આપખુદશાહી વાળી કામગીરીને લઈ હાલ તો અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે અને તેમાં પણ ચોમાસા દરમિયાન ખાડી પુરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ત્યારે પુણા અર્ચના સ્કુલ અને લક્ષ્મીનગર સોસાયટી પાસે આવેલ ગુરૂકૃપા સોસાયટી ખાતે ખાડી પુરની સમસ્યા ને લઈ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વરસાદ આવતા જ રસ્તા પર પાણી ફરી વળતુ હોય જેથી રસ્તો બ્લોક થાય છે, ખાડીમાં ગંદકીને લઈ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય, અને રસ્તા વચ્ચે ચાલતી શાકભાજી માર્કેટને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ સાથે પાલિકાના અધિકારીઓ અને નગર સેવકોને સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆતો કરાઈ હોવા છતા કોઈ કામગીરી ન કરાતા રવિવારે સ્થાનિકોએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યા હતાં. જો કે ધરણા શરૂ થાય તે પહેલા જ પોલીસે ત્યાં પહોંચી એક ની અટકાયત કરી હતી.
હાલ તો સ્થાનિકો રજુઆત કરવા જતા પોલીસે અટકાયત કરી છે. ત્યારે તેઓની સમસ્યાનું તંત્ર દ્વારા નિવેડો લવાશે કે કેમ તે તો જોવુ રહ્યું...