સુરત : જે.એસ.આઈ. એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં તસ્કરોએ કર્યો હાથફેરો

ઉધના બી.આર.સી. કમ્પાઉન્ડ ખાતે આવેલ જે.એસ.આઈ. એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીને નિશાન બનાવી તસ્કરો લાખઓનો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુબ રૂસ્તમપુરા ખાતે કાતે રહેતા અલીઅજગર પ્રાઈમસવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ઉધના બી.આર.સી. કમ્પાઉન્ડ ખાતે જે.એસ.આઈ. એન્ટરપ્રાઈઝ નામે કાચની ફેક્ટરી ધરાવે છે અને તેઓની ફેક્ટરીને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી ફેક્ટરીના મેઈન શટરનું લોક કોઈ ઙથીયાર વડે તોડી શટર ઉંચુ કરી ફેક્ટરીમાં પ્રવેશી ઓફિસનો કાચનો દરવાજો તોડી ત્યાં મુકેલ કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર મળી 1 લાખ 45 હજારની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે ઉધા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.