સુરત : જ્વેલર્સમાં સોનાની ચેઈનની ચોરી કરનાર મહિલાઓ ઝડપાઇ

સરથાણા ખાતે જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ સોનાની ચેઈનની ચોરી કરનાર ચાર ચોર મહિલાઓને આખરે ગણતરીના દિવસોમાં જ સરથાણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતી. ઝડપાયેલી ચારેય ચોર મહિલાઓ મહારાષ્ટ્રના પુનેથી ચોરી કરવા સુરત આવતી હતી.
સુરતમાં ચોરીના અવનવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ગત સપ્તાહમાં સરથાણા ખાતે એક જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ સોનાની ચેઈનની મહિલાઓની ટોળકીએ સિફ્ત પુર્વક ચોરી કરી હતી. જે મામલે સરથાણા પોલીસ મથકમાં જ્વેલર્સ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી. તો સોનાની ચેઈન ચોરના ચોર મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ હોય જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી જ્વેલર્સમાંથી સોનાની ચેઈનની ચોરી કરનાર ચાર ચોર મહિલાઓઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી હતી. સરથાણા પોલીસે સરથાણાના જ્વેલર્સમાં ચોરી કરનાર મહારાષ્ટ્રના પુનાના ચોર મહિલાઓ જેમાં જયશ્રીબેન શેળકે, વૈશાલીબેન પરમાર, ઉર્મિલાબેન ગૌડ અને આશાબેન રાઠોડને ઝડપી પાડી હતી. અને તેઓ પાસેથી જ્વેલર્સમાંથી ચોરાયેલ સોનાની ચેઈન સહિત સોના ચાંદીના દાગીના અને રોકડ કબ્જે કરી હતી. અને ચારેય ચોર મહિલાઓની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.