સુરત : ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવા નિયમોની શરૂઆત કરાઈ

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવા નિયમોની શરૂઆત કરાઈ છે. જેમાં પોઈન્ટ ઈન્ચાર્જ સહિત પોલીસ કર્મચારીઓ માટે નિયમોનું કડક પાલન કરવા જણાવાયુ છે.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે આજથી નવા નિયમોની શરૂઆત કરાઈ છે. જેમાં પોઈન્ટ ઈન્ચાર્જએ પોતાના પોઈન્ટ પર તમામ પોલીસ માણસો તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા લેવાના સાથે ફરજનો સમય પુરો થાય ત્યારબાદ મોબાઈલ પર આપવાના રહેશે. અને આ સુચનાનો બિનચૂક અમલ કરવાનો, જો કોઈ કર્મચારી પાસે મોબાઈલ રહી જાય અને જમા કરાવવામાં નહી આવે તો તેનો મોબાઈલ પકડાઈ તો એસીપી કચેરીએ સાત દિવસ સુધી જમા રખાશે. જે અંગે તમામ સર્કલ ઈન્ચાર્જ તથા સેમી સર્કલ ઈન્ચાર્જ પોઈન્ટ ચેકીંગ તથા સુપરવિઝન દરમિયાન સુચનાનું પાલન કરવાનું રહેશે, વચ્ચેના પોઈન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેણે નજીકના પોઈન્ટ પર મોબાઈલ જમા કરાવવાનો રહેશે સહિતના નિયમો અંગે જણાવાયુ હતું.
હાલ તો ફરજ દરમિયાન કેટલાક ટ્રાફિક પોલીસના કર્મચારીઓ રોડ સાઈડે બેસી મોબાઈલમાં જોતા હોય જેને લઈ ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે હવે નવા નિયમો લાગુ કરાયુ છે.