સુરત : નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા દેખાવો

આસામની મુલાકાત દરમિયાન કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચાના બગીચાઓ અંગે કરેલા નિવેદનને લઈ ભાજપના નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો અને નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપીઓએ દેખાવો કરી જો રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી ન માંગે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
આસમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આસામના ચાના બગીચાઓમાં વેતન અંગે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવી રહી છે. આસામના ચાના ગુજરાતી વેપારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાની સાથે જ ગુજરાતની જનતાનો અપમાન કર્યો હોય એ પ્રકારની વાત સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના નેતાઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધીએ ગુજરાતી પ્રજાની માફી માગવી જોઈએ .જો તે માફી નહીં માંગે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરીશું વિરોધ પ્રદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં.
અસમમાં આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાહુલ ગાંધીના આવેલા વિવાદાસ્પદ નિવેદનને હવે રાજકીય મુદ્દો બનાવવા માટે ભાજપે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે .આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે