સુરત : પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં અધદ વધારો ઝીંકાયો

છેલ્લા કેટલાક સમયથી લોકો કોરોનાની મહામારીની જ વાત કરી રહ્યા છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં અધદ વધારો ઝીંકાયો છે જેના પર લોકોની નજર પડી નથી. ત્યારે ચાર દિવસમાં જ અધધ કેહહેવાય તેટલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી ગયા છે.
એક તરફ કોરોના લોકોને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યુ છે ત્યારે મોંઘવારી પણ હવે લોકોને રાતાપાણી રવડાવી રહી છે. ત્યારે લોકો કોરોના કોરોના કરી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓના ભાવોમાં અધધ વધારો કરાઈ રહ્યો છે. હાલમાં લોકો અને મીડિયાની નજર કોરોના પર છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સરકાર દ્વારા અધધ વધારો ઝીંકાયો છે. ચાર દિવસમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં ગઈ કાલે પેટ્રોલનો ભાવ 88.17 પૈસા હતો જે આજે 88.44 પૈસા છે જ્યારે ડિઝલનો ભાવ ગઈ કાલે 87.76 હતુ જે આજે 88.9 છે. જેથી પેટ્રોલમાં બે દિવસમાં 27 પૈસા અને ડિઝલમાં 33 પૈસાનો વધારો કરાયો છે તો ચાર દિવસમાં પેટ્રોલમાં 87 પૈસા અને ડિઝલમાં 1.1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઈ આમ આદમીના પેટ પર સરકાર દ્વારા સીધુ પાટુ મારવામાં આવતુ હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ લોકો કોરોનાને ધંધા રોજગાર બંધ હોવાને લઈ આર્થિક રીતે પરેશાનીમાં છે ત્યાં બીજી તરફ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ એવી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો હોય જેને લઈ લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.