સુરત : પુત્રીઓ અવતરતા સાસરીયાઓ દ્વારા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી

વરાછા વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર પાસેના સ્વેત હંસરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સવાણી પરિવાર દ્વારા પુત્રવધને બે પુત્રીઓ અવતરતા 20 મહિનાથી ઘરમાંથી કાઢી મુકાઈ હોય જેને લઈ પરિણીતાએ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશનમાં રજુઆત કરતા બુધવારે સવાણી પરિવારના ઘર બહાર ધરણાં કરાયા હતાં. અને હું ગુજરાતનીનારી હિંદુ નિયમ અધિનિયમ મારી સાથે થયો છે અન્યાય સહિતના બેનરો સાથે ધરણા પર બેઠી હતી.
આજે દિકરી બચાવો, દિકરી પઢાઓનો નારો દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં દિકરીઓને લઈ કોઈ પરિવારમાં મનદુઃખ હોય તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં વરાછામાં ખોડિયાર નગર પાસેના સ્વેત હંસરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સવાણી પરિવારની પુત્રવધુને બે બે પુત્રીઓ અવતરતા સાસરીયાઓ દ્વારા પરિણીતાને પુત્રીઓ સાથે 20 મહિનાથી ઘરમાંથી કાઢી મુકી છે. જે અંગે પરિણીતાએ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનમાં રજુઆત કરતા હ્યુમન રાઈટ્સ દ્વારા તપાસ કરી પરિણીતાની વાત સાચી લાગતા સવાણી પરિવાર સાથે પણ આ અંગે વાત કરી હતી. જો કે તેઓ દ્વારા કોઈ નિવેડો ન લવાતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના નેજા હેઠળ પરિણીતાએ પુત્રીઓ સહિતનાઓ સાથે સવાણી પરિવારના ઘર બહાર ધરણા કર્યા હતાં. અને બેનરોમાં લખાયુ હતું કે હું ગુજરાતની નારી હિંદુ નિયમ અધિનિયમ મારી સાથે થયો છે અન્યાય, દેશના વડાપ્રધાનનારી આત્મનિર્ભરની વાતો કરી રહ્યા છે પણ સુરતમાં તો છેલ્લા 20 મહિનાથી મને ઘરની બહાર કાઢેલી છે સહિતના બેનરો સાથે પરિણીતાએ ધરણાં શરૂ કર્યા છે.
હાલ તો ન્યાયની માંગ કરતી બે પુત્રીની માતા ને સાથ આપવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશન આગળ આવ્યુ છે ત્યારે સમાજ પણ આ પરિણીતાના સમર્થનમાં આગળ આવે તેવી તાતી જરૂર છે.