સુરત : મોટા વરાછા ખાતે રિવર કેન્ટમાં મહા આરતી સાથે ગરબાની ઉજવણી

હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલાયાઓ પણ મનમુકી ગરબે ઝુમી રહ્યા છે ત્યારે નવરાત્રીના આઠમના દિવસે અનેક જગ્યાએ પુજા સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતાં. ત્યારે મોટા વરાછા ગજેરા સ્કુલ પાસે આવેલ ક્રિષ્ના એવન્યુ પાસે રિવર કેન્ટમાં મહા આરતી સાથે ગરબાની ઉજવણી કરાઈ હતી.
માં અંબાની આરાધનાનો પર્વ નવરાત્રી મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. સુરત શહેરમાં ધામધૂમથી નવરાત્રીમાં ભક્તો પુજા અર્ચના કરી ગરબે ઘુમે છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ ગજેરા સ્કુલ પાસે ક્રિષ્ના એવન્યુ નજીક રિવર કેન્ટમાં નવરાત્રીનું આયોજન કરાયું છે. જેમાં આઠમની મહા આરતી સાથે ગરબામાં લોકો હર્ષોલ્લાસ સાથે જોડાઈ છે. અને માં અંબાની આરતી કરી પુજા અર્ચના સાથે ગરબે ઘુમ્યા હતાં. તો આઠમના દિવસે રિવર કેન્ટના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મોટા વરાછાના રિવર કેન્ટમાં આયોજીત ગરબા સાથે આઠમની મહા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં.