સુરત : રીક્ષામાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા

સુરતના વિવિધ વિસ્તારોમાં રીક્ષામાં મુસાફરોનો સ્વાંગ રચીને અન્ય મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને પુણા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા જેની પાસેથી ચોરીના ૧૧ જેટલા મોબાઈલ અને એક રીક્ષા કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
સુરત શહેરમાં અનેક ગેંગ સક્રિય છે જે ગેંગ લોકોના કીમતી સામાનની ચોરી કરી ફરાર થઇ જાય છે જેની સામે અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે આવી જ એક ગેંગના ત્રણ સાગરીતોને પુણા પોલીસે પકડી પાડ્યા હતા સુરતની પુણા પોલીસે બાતમીના આધારે રીક્ષામાં મુસાફરો બનીને અન્ય મુસાફરોના સામાનની ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરતના વિવિધ વિસ્તારોમાં ચોરી કરતા હતા અને રીક્ષા ચાલક અને મુસાફર બની અન્ય મુસાફરની નજર ચૂકવી કીમતી મોબાઈલ ચોરીને ફરાર થઇ જતા હતા જે પકડાયેલ આરોપી પાસેથી ૧૧ જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા અને એક રીક્ષા પણ ગુનાના કામે કબજે લેવામાં આવી હતી અને ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે