સુરત : રીંગરોડ ખાતે માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં

સુરતમાં રીંગરોડ ખાતે માર્કેટ વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને લોકો પણ સ્વયંભુ ટેસ્ટિંગ સાથે વેક્સીન લેવા લાઈનોમાં ઉભા જોવા મળ્યા હતાં.
સુરતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને તેને લઈ મનપા તંત્ર દ્વારા ટેસ્ટીંગ સાથે વેક્સિનેશનની પણ પુરજોશમાં કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે સોમવારે પણ રીંગરોડ ખાતે આવેલ માર્કેટ વિસ્તારમાં ટેસ્ટીંગ અને વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં જોવા મળી હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમને લઈ લોકો વેક્સીન લગાવી રહ્યા છે. અને માર્કેટમાં વેક્સીન બાદ પ્રવેશને લઈ લોકો ટેસ્ટિંગ અને વેક્સીન લગાવવા લાંબી કતારોમાં જોવા મળ્યા હતાં.
હાલ નવા સ્ટ્રેઈનને લઈ વકરી રહેલા કોરોનાના કારણે લોકોમાં પણ તેનો વધુ ડર જોવા મળી રહ્યો છે અને લોકો સ્વંયભુ ટેસ્ટીંગ સાથે વેક્સિન લેવા માટે પણ જોડાઈ રહ્યા છે.