સુરત : લાખોના દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવી દેવાયો

સુરતમાં દારૂબંધીના કાયદાને બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સાથે મળી છડેચોક મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે વિવિધ છ પોલીસ મથકમાં ઝડપાયેલા લાખોના દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવી દેવાયો હતો.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પુરતી છે કારણ કે બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સાથે મળી ખુલ્લેઆમ દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે આવા જ કેટલાક બુટલેગરોનો ઝડપાયેલા દારૂના જથ્થાનો સોમવારના રોજ નાશ કરાયો હતો. સુરત પોલીસના ઝોન ત્રણના છ પોલીસ મથકમાં ઝડપાયેલા લાખોના દારૂનો પાંડેસરા વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યુ હતું.
સુરતમાં દારૂ બંધીના બુટલેગરો સરેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. અને તે પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સાથે મળી બુટલેગરો દારૂબંધીની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે દારૂબંધીનું સુરતમાં કડક અમલ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.