સુરત : સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યુ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યુ હતું. અને ત્યારબાદ મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.