સુરત : સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બેસ્ટ મેડીકલ સ્ટોરમાં દરોડા

સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડિંડોલીના ભેસ્તાન ખાતે આવેલ આવાસમાં દરોડા પાડી ત્યાંથી ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર સિરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરનાર બેસ્ટ મેડીકલ સ્ટોરમાં દરોડા પાડી ત્યાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. ઈમ્તિયાઝ ફકરૂમોહંમદ અને હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીલાલને બાતમી મળતા તેઓએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ભેસ્તાન આવાસ ખાતે આવેલ બેસ્ટ મેડીકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતાં. જ્યાંથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનમું વેચાણ કરતા મેડીકલ સ્ટોરના સંચાલક જીતેન્દ્ર નારાયણસીંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી પોલીસે નશાયુક્ત ટેબલેટો અને શિરપની દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરતમાં આવી નશાકારક ગોળીઓના રવાડે ચડી નશાખોરી તેમજ ગુનાખોરી આચરી યુવાધન બરબાદ થતુ હોય જેથી આ યુવાધન બરબાદ થતુ અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલ સખત સુચના મુજબ આવનાર સમયમાં પણ તમામ મેડિકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરોને ત્યાં પણ ટ્રેપ ગોઠવી તપાસ કરાશે તેમ જણાવાયુ હતું.