સુરત સિવિલમાં દીકરી કોરોનાગ્રસ્ત - માતાએ જમવાનું છોડતા તબિયત બગડીને હોસ્પિટલમાં બેડ નહિ મળતા મૌત

સુરત સિવિલમાં દીકરી કોરોનાગ્રસ્ત - માતાએ જમવાનું છોડતા તબિયત બગડીને હોસ્પિટલમાં બેડ નહિ મળતા મૌત

કોરોના સામે સ્મીમેરમાં જંગ લડી રહેલી દીકરીની ચિંતામાં વૃદ્ધ માતાએ જમવાનું છોડી દીધું હતું અને નાની દીકરી પોતાની મોટી બહેનની તબિયત અંગે જાણવા આમતેમ આંટા મારી રહી હતી તે દરમિયાન માતાની તબિયત લથડતા માતાને સુરત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડાયાબિટીસ પેશન્ટ માતાની તબિયત બગડતા સુરત જનરલ હોસ્પિટલ પહોંચેલી દીકરીને કઈ સમજાય એ પહેલા જ માતાની તબિયત વધુ બગડી હતી અને માતાને તાત્કાલિક ઓક્સિજન આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. જો કે સુરત જનરલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડી દો અમારી પાસે બેડની પૂરતી વ્યવસ્થા નથી. જે બાદ દીકરીએ સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક કરતા ત્યાંથી પણ એમ જ કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ છે તમે દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. જોકે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરતાની સાથે જ માતાની હાલત વધુ બગડી હતી અને સુરત જનરલ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. સ્મીમેરમાં કોરોનાના દર્દી તરીકે દાખલ નાની બહેનને માતાના મોતની હજુ જાણ નથી અને તે અત્યારે ક્રિટિકલ છે. કોરોના સામે લડી રહી છે.