સુરત : હિરાના કારખાનામાં કામ કરતો કારીગર લાખોના હિરા ચોરી કરી ફરાર

વરાછા વૃંદાવન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ 1માં આવેલ ભિંગરાડીયા બ્રધર્સ નામના હિરાના કારખાનામાં કામ કરતો કારીગર લાખોના હિરા ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. બોઈલ કરવા મુકેલ હીરાની ચોરી કરના રત્નકલાકાર સીસીટીવીમાં કેદ થતા પોલીસે ઝડપી પાડ્યો હતો.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતા કિશોર ભિંગરાડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે વરાછા વૃંદાવન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ 1માં ભિંગરાડીયા બ્રધર્સ નામે હિરાનું કારખાનું ધરાવે છે અને તેઓને ત્યાં કામ કરતા વરાછા હિરાબાગ ખાતે રહેતો રાજેશ ઉર્ફે રાજુ પાત્ર સહિત બેનાઓએ કારખાનામાંથી 27 લાખ 95 હજારથી વધુના હિરાની ચોરી કરી ભાગી છુટ્યો હતો. બોઈલ કરવા મુકેલ હીરાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી લાખોના હિરા ચોરનાર કારીગર રાજેશ ઉર્ફએ રાજુ પાત્રને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.