સુરતનો પ્રથમ કિસ્સો - નાની વયના ધ્રુવનું કોરોના સંક્રમણમાં મૌત

સુરતનો પ્રથમ કિસ્સો - નાની વયના ધ્રુવનું કોરોના સંક્રમણમાં મૌત

દેશભરમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઝડપી ફેલાઈ રહી છે જે પહેલા કરતા અનેકગણી ઝડપી સંક્રમણ ફેલાવી રહી છે જેમાં બાળકો પણ હવે ભોગ બની રહ્યા છે. સુરતમાં કોરોનાના સંક્રમણ બાળકોમાં પણ ઝડપી ફેલાય રહ્યું છે ત્યારે મોટા વરાછામાં રહેતા 13 વર્ષના બાળકનું આજે કોરોનાથી સાચી હોસ્પિટલમાં મૌત થયું છે. પ્રાથમિક તપાસ દરમિયાન બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં પરંતુ તેનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે તેમજ હજુ 10 વર્ષનું એક બાળક વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.



સુરતના મોટા વરાછા ખાતે આવેલ ડી-માર્ટ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષીય પુત્ર ધ્રુવનું કોરોના સંક્રમણથી મૌત થયું છે. રવિવાર સુધી સ્વસ્થ ધ્રુવમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો પણ કોઈ ન હતાં તેમજ તેને કોઈ તકલીફ પણ નહી હતી છતાં અચાનક રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો જે બાદ તબિયત વધુ બગડતાં તેને સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો જ્યાં 5 કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા આમ આ વખતે કોરોના બાળકો માટે પણ જીવલેણ સાબિત થયો છે. સાચી હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ અન્ય એક 10 વર્ષના બાળકને પણ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે જ્યાં આ બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
મૃતક ધ્રુવના પિતાએ જણાવ્યું હતું કે ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી અને તેની સારવાર ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો અને તુરત જ તેનો ઇલાજ ચાલુ કરવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ પછી તબીબે કહ્યું ધ્હી ઇઝ નો મોર
મૃતક ધ્રુવની સારવાર કરી રહેલા સૂચિ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું કે ધ્રુવ હોસ્પિટલમાં એડમિટ થયો ત્યારથી જ સિરિયસ હતો. અમે ખૂબ પ્રયત્ન કર્યો. તેને તુરત વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો છતાં ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા.