સુરતમાં માનવતા મરી પરવારી - વેન્ટિલેટર ન મળતા મૌત - શબવાહિની પણ ન મળતા લારીમાં લઇ જવી પડી લાશ

સુરતમાં માનવતા મરી પરવારી - વેન્ટિલેટર ન મળતા મૌત - શબવાહિની પણ ન મળતા લારીમાં લઇ જવી પડી લાશ

કોરોના એ એવા એવા દિવસો દેખાડ્યા છે જે કયારેય કોઈ એ ક્લ્પ્ના પણ ન કરી હોઈ, ક્યાંય માનવતા જીવિત હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા તો કયાંક માનવતા મરી પરવારી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે માનવતા મરી પરવારી હોવાનો આવો જ એક કિસ્સો સુરત શહેર અને જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને લઇ સામે આવ્યા છે જેમાં સુરત જિલ્લાના ઓલપાડના કિસ્સામાં માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું જેને લઇ મૃતદેહને સ્મશાને લઇ જવા ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી. સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા મૃતક ના પુત્ર પરીમ શાહે જણાવ્યું હતું કે માતા ભદ્રાબેન શાહને ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો જોકે વેન્ટિલેટર મળ્યું ન હતું તે દરમિયાન સાંજે 7 વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું. 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કરી હતી.


body
માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના પોઝિટિવ હોવાનું લાગી રહ્યું છે. જેથી લોકોની સેફ્ટી માટે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા જેને લઇ સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા 3 કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી. આ સાથે ગ્રામ પંચાયત પાસે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તે પણ મળી ન હતી. અમે પરિવારજનોએ તમામ સેફ્ટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોની સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે. જોકે તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી છે. સ્મશાનની ચાવી અઢી કલાકે આપી છે. જેથી રાત્રે જ હાથ લારીમાં માતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.