સંસદ ભવન બહારથી ગાંધી પ્રતિમા હટાવવામાં આવશે

સંસદ ભવન બહારથી ગાંધી પ્રતિમા હટાવવામાં આવશે

ભારતના સંસદ ભવનની બહાર ધ્યાન મુદ્રામાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તેની જગ્યાએથી અસ્થાયી રીતે હટાવવામાં આવશે. નવા સંસદ ભવનના નિર્માણ માટે આ પ્રતિમાને થોડા દિવસ માટે હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બાદમાં આ પ્રતિમાને એક મુખ્ય સ્થાન આપવામાં આવશે। સંસદ ભવન નિર્માણ કાર્ય માટે વિસ્થાપિત થનારી 5 પ્રતિમાઓમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમા સામેલ છે. અંદાજે 6 ફૂટ ઉંચી આ પ્રતિમાને પરિસરના અઘોષિત ધરણા સ્થળનો દરજ્જો મળેલો છે. સંસદ ભવનના ગેટ નંબર 1 સામે સ્થાપિત બાપુની આ મૂર્તિ આગળ બેસીને સાંસદોએ સત્યાગ્રહ દ્રારા પોતાનો વિરોધ પ્રદર્શન કરવાની પરંપરા જાળવી છે. આ પ્રતિમાનું નિર્માણ જાણીતા શિલ્પકાર રામસુતારે કર્યુ હતું. શહેરી વિકાસ મંત્રાલય તરફથી સંસદ ભવનને ભેટમાં આપવામાં આવેલી આ મૂર્તિનું અનાવરણ તા.2 ઓક્ટોબર,1993માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાળ શર્માએ કર્યુ હતું. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલોના મંત્રાલય અને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના અધિકારીઓ અનુસાર વર્તમાન સંસદ ભવન પાસે આવેલા નવા સંસદ ભવનનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કામ શરૂ થાય તે પહેલા ગાંધી પ્રતિમાને સંસદ ભવનના ગેટ નંબર-1 સામે પોતાના વર્તમાન સ્થાનથી હટાવવી પડશે. 22 મહિનાના નિર્માણકાર્ય દરમિયાન સંસદના નવા ભવનને સાઉંડ-પ્રૂફ કરવામાં આવશે. નિર્માણ માટે સપ્ટેમ્બરમાં ટાટા પ્રોજેક્ટ લિમિટેડે 861.90 કરોડ રૂપિયામાં ટેન્ડર આપયું છે. બીજી તરફ પ્રતિમા સ્થળાંતરિત કરવાનો નિર્ણય લોકસભા અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે અને પ્રતિમા સ્થળાંતરિત કર્યા બાદ જ ભવનના નિર્માણનુ કાર્ય શરૂ થશે.