હઝીરા : ડુમસ અને સુવાલી બીચની ડેવલોપમેન્ટ માટેની ગ્રાન્ટ લેપ્સ થઈ

આજકાલ સુરતના સ્થાનિક સમાચાર પત્રોમાં ચાલતો મુદ્દો જો જો કોઈ હોય તે સુવાલી બીચ અને ડુમ્મસ બીચનો છે અને સુરતના સૌથી નજીક અને એકમાત્ર પર્યટન સ્થળ જેવા કે ડુમસ અને સુવાલી બીચ ની ડેવલોપમેન્ટ માટેની ગ્રાન્ટ લેપ્સ થઈ ગયી
સુરતના લોકો ખાણીપીણી અને હરવા ફરવા માટે જાય છે પરંતુ કમનસીબે એ છે કે શહેર ની નજીક કોઈ ખાસ એવા પર્યટન સ્થળ આવેલા નથી એક બે બીચ છે છે કે જેના પણ વિકાસ માટે આજ દિન સુધી કોઈ ધ્યાન આપ્યું નથી એ છતાં સુરતી ઓ રજાના દિવસે ફરવા માટે આવે છે ત્યારે સુવાલી બીચ ડેવલોપમેન્ટ દેખાતું જ નથી અને સરકાર દ્વારા પણ આ મુદ્દાઓને ધ્યાનમાં લઇને આ જ થી ચાર વર્ષ પહેલા આ બનેલા સ્થળ વિક્સવવા સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી એ દરમિયાન લોકોને એક આશા બંધાઈ હતી કે સુવાલી બીચ ના દિવશ સુધરાય જય રહ્યા છે પરંતુ લોકોની આ આશા ક્યારે ઠગારી નીવડી કે જ્યારે સમાચાર આવ્યા કે 4 વર્ષ પછી પણ કોઈ ડેવલોપમેન્ટ ના થતાં ગ્રાન્ટ લેફ્ટ થઈ ગઈ છે અને આ બાબત માટે કોણ જવાબદાર....???
માત્રને માત્ર જે વિસ્તારના સ્થાનિક ગણાતા કે જેમાં પણ મોટાભાગના નેતાઓ માત્ર અને માત્ર આ બીજેપી ના છે તો એવું તો કયું કારણ હોઈ શકે કે આ ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ.? કેમ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કેમ નય પગલા લેવામાં આવ્યા..?
સુવાલી બીચ ની વાત કરીએ તો હજીરા વિસ્તાર ના ઇન્ડસ્ટ્રિયલ બેંક માં આવેલા આ બીચ પર નજીકની કંપની ઓ નો પહેલા થી નજર હોય અને જો એને પરયત્ન સ્થળ તરીકે ડેવલોપમેન્ટ કરવામાં આવે તો આ ઉદ્યોગને પોતાની જરૂરિયાત મુજબના આ બીચ વપરાશ માં ના મળે તો એની પણ ચિંતા હોય શકે અને આવા ઉદ્યોગો ના બાબતે વાત થઈ ને સ્થાનિક નેતાઓ દ્વવારા કોઈ પગલાં આ ગ્રાન્ટ ના ઉપયોગ માટે નય લીધા હોય એવી ચર્ચા વિસ્તાર માં ચાલી રહી છે.