હળવદ : પંચાસરીમા વીજપોલનો ખેડુતોએ કર્યો વિરોધ

હળવદના રાણેકપર પંચાસરી વિસ્તારમાં 220 કેવી વીજપોલના વળતર બાબતે ખેડુતોએ હલ્લાબોલ કર્યો હતો જેમાં ઉંભા પાકમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડુતોએ જેટકો કંપનીના અધિકારીઓ સમક્ષ મોરચો માંડ્યો હતો તો સાથે સરકારી જમીનમાં વીજપોલ ઉંભા કરી 21 લાખનો અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો જ્યારે પોલીસ કાફલા સાથે આવેલા જેટકો અધિકારીઓએ લેખિતમાં નુકસાન અંગે બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
હળવદમા વડોદરા લાકડીયા જતાં વીજપોલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યા આજે ફરી હળવદથી સડલા 220 કેવી વિવાદ ઉભો થયો છે જેમાં પોલીસ અને એસઆરપી જવાનો સાથે આવેલા જેટકોના કર્મચારીઓનો સાથે વળતર બાબતે ઉગ્ર વિરોધ થયો હતો જેમાં ખેડુતોએ જણાવ્યું હતું કે હળવદથી સડલા જતાં 220 કેવી વીજપોલનુ યોગ્ય વળતર અને લેખિતમાં બાહેધરીની ખેડુતો માંગ કરીએ છીએ અને જેટકો કંપનીના અધિકારીઓ ખેડુતોને દબાવી બળજબરીથી વીજપોલ ઉભા કરવાનો પ્રયત્ન કરે છે અને વળતર બાબતે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી જેથી કરીને અમારી આજીવિકા સમાન જમીન ગુમાવવી પડે તેમ છે જેથી કરીને તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરી આપે જેથી કરીને અમારી સલામતી રહી શકે તો સાથે ખેડુતોએ વળતર બાબતે ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અને સરકારી જમીનમાં વીજપોલ ઉભો કરી 21 લાખનો કૌભાંડ આચરવામાં આવ્યો છે અને તેની વિજીલન્સમા તપાસ પણ માંગી છે જોકે આરોપમા અધિકારીએ જણાવ્યું હતું કે આરોપ પાયા વિહોણા છે અને ક્યાય ભ્રષ્ટાચાર થયો નથી.