Palanpur : આરટીઓ દ્રષ્ટિબેન પટેલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

પાલનપુર આરટીઓ કચેરીના મહિલા આરટીઓ દ્રષ્ટિ બેન પટેલ રૂપિયા 83,200 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. એસીબીની ટ્રેપ થઇ સફળ..
પાલનપુરની આરટીઓ કચેરીમાં આરટીઓ અધિકારી દ્રષ્ટિ બેન પટેલ અને પંકજભાઈ ચૌધરી ડ્રાઇવર બંને લાંચ લેતા એસીબીના હાથે સપડાયા હતા.
બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર ખાતે આવેલ જિલ્લા આરટીઓ કચેરીના આરટીઓ અધિકારી દ્રષ્ટિ બેન પટેલ લાંચ લેતા એસીબીના હાથે સપડાયા હતા.
પાલનપુર આરટીઓ કચેરીમાં દિનપ્રતિદિન ભષ્ટ્રાચાર માં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર આરટીઓના અધિકારી દ્રષ્ટિ બેન પટેલ 83,200ની લાંચ લેતા સપડાયા હતા અને ડાઈવર પંકજભાઈ ચૌધરી લાંચ લેતા એસીબીના ઝપાટામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર પંથકમાં હલચલ મચી ગઈ હતી.આમ એસીબીના પીએસઆઇ ચૌધરી સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર દૂર કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.