Palanpur : ફર્સ્ટ સ્ટેપ ઓર્ગેનાઇઝેશન દ્વારા અબોલા જીવો અને ગાયોને ઘાસચારો અપાયો

ઉતરાયણ ના પર્વ દિવસ નિમિતે તેમજ ઉતરાયણ ના આગલા દિવસ નિમિતે ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઠાકોર સમાજનું 007 ગ્રુપ દ્વારા તેમજ ફર્સ્ટ સ્ટેપ ઓર્ગેનાઇઝેશન દ્વારા અબોલા જીવો તેમજ ગાયો ને ઘાસચારો નાખી ધન્યતા અનુભવી.
ગુજરાત રાજ્ય એ તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો થી જાણીતું છે. આમ ઉતરાયણ એ બધા લોકો માટે મહત્ત્વનાં તહેવારો માંનો એક તહેવાર ગણવામાં આવે છે.આ તહેવાર એક પરિવાર સાથે હળીમળીને ઉજવવાનો તહેવાર પણ ગણવામાં આવે છે.
ભારતીય પુરાણ મુજબ એક એવી પણ માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ દાન-દક્ષિણા માનવીને સો ગણું બની ભારત ફળીભૂત થાય છે. તેમજ સાથે સાથે ગાયને ચારો નાખવાનો પણ રિવાજ વર્ષો જૂનો છે.
તેથી ઉતરાયણ ના દિવસે તેમજ ઉત્તરાયણના આગલા દિવસે ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઠાકોર સમાજનું 007 ગ્રુપ દ્વારા તેમજ ફર્સ્ટ સ્ટેપ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને અબોલા જીવો તેમજ ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. તેમજ ફર્સ્ટ સ્ટેપ ઓર્ગેનાઈઝેશન દ્વારા કુલ 202 નંગ રોટલી બનાવીને અબોલા જીવોની અલગ-અલગ વિસ્તારોમાં જેવા કે સાઈબાબા મંદિર સુધી નવી આરટીઓ થી ખોડીયાર માતા મંદિર સુધી બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં કુલ 30 કૂતરાઓને તેમજ 70 જેટલી ગાયોને રોટલી આપીને ધન્યતા અનુભવી હતી.
તેમજ ઉતરાયણના દિવસે ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઠાકોર સમાજનું 007 ગ્રુપ દ્વારા પણ માલણ ગામમાં ગાયો ને ઘાસચારો આપવામાં આવ્યો હતો. આમ અનેક લોકોએ પણ ઉતરાયણના દિવસે અનેક પશુઓ ને ઘાસચારો આપી ધન્યતા અનુભવી હતી.