Palanpur : બાવાના વેશમાં જાદુગરી કરી રાહદારીને લૂંટી લીધો

પાંથાવાડા વિસ્તાર ની એક અદભુત ઘટના સામે આવી છે.
બાવા ના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપીને રાહદારીની લૂંટ કરી હતી.બાવાનો વેશ ધારણ કરીને સ્વિફ્ટ ગાડી લઈને આવેલા ત્રણ યુવાનોએ રાહદારીને રસ્તો પૂછવાનું કહીને લૂંટ કરી હતી.
બાવા ગાડી લઈ નાસવા જતા ગાડી રેતમાં ફસાઈ જતા લૂંટારા ઝડપાયા હતા અને પછી ગ્રામજનો એ પીછો કરી લૂંટારાઓને જડપ્યા હતા.ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાંથાવાડા પોલીસને જાણ કરતા પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ હતી અને 3 આરોપીઓને પાથાવાડા પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.