Panchmahal : આર્સેનિકમ આલ્બમ 30 ગોળીઓનું વિતરણ કરાયું

પંચમહાલ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પરીવારની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આર્સેનિકમ આલ્બમ 30 ગોળીઓનું વિતરણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરાના વરદ હસ્તે કરાયું.
પંચમહાલ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પરીવારની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આર્સેનિકમ આલ્બમ 30 ગોળીઓનું વિતરણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરાના વરદ હસ્તે કરાયું.
પંચમહાલ જિલ્લાની 1800 જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓના, શિક્ષકો અને આચાર્યોના પરીવારને કોરોના મહામારીથી સલામત રાખવા માટે આરોગ્ય વિભાગના વડા ડૉ.પ્રકાશ ઠક્કર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ સાહેબના સંયુક્ત સહયોગથી આર્સેનિકમ આલ્બમ 30 ગોળીનું વિતરણ આયોજન પંચમહાલ જિલ્લાના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટર, બી.આર.સી.કો.ઓર્ડીનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા ક્લસ્ટર કક્ષાએથી તમામ શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને વિતરણ કરવામાં આવી.
બી.આર.સી.ભવન શહેરા ખાતે માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે સી.આર.સી.કો.ઓર્ડીનેટરોને તેમના ક્લસ્ટરના 45000 હજાર બાળકો તેમના પરીવારને અને 1836 શિક્ષકો આર્સેનિકમ આલ્બમ 30 ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદરવા મેડિકલ ઓફિસર ડૉ. હર્ષિદા માછી ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક ગોળી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કોરોના મહામારીના સમયે સલામતી અને સુરક્ષા, શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ અને શહેરા શિક્ષણ પરીવાર પ્રયત્નશીલ રહેશે. કોવિદ - 19 જન આંદોલન શપથ તમામે લઈ દિવાળીની શુભેચ્છાઓ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.