Panchmahal : કાર્ડધારકોએ મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર આપ્યું

મોરવા હડફના મેખર ગામની સરકારી દુકાનના સંચાલક દ્વારા કાર્ડધારકોને મફત અનાજનો લાભ આપવામાં ન હોવાની રજુઆત મીડિયામાં કરતા તેની અદાવત રાખી દુકાનદારના ઘરના માણસોએ મીડિયામાં કેમ ખોટી રજુઆત કરી તેમ કહી મારમારતા મામલતદારને આવેદન પત્ર અપાયું.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક કલ્પેશ નરવતસિંહ ડામોર દ્વારા સરકાર તરફથી ગરીબો માટે મફત અનાજ આપવામાં આવે છે તે મફત અનાજનો લાભ મેખર ગામના કાર્ડધારકોને આપવામાં આવતો ન હોવાથી ગામના કેટલાક કાર્ડધારકોએ મીડિયાને જાણ કરી હતી, ત્યારે આ બાબતની અદાવત રાખી રજુઆત કરનાર કાર્ડધારકને ત્યાં દુકાન સંચાલકના ઘરના માણસોએ જઈને આવી ખોટી રજુઆત મીડિયામાં કેમ કરી તેમ કહી મારમારતા આજરોજ મેખર ગામના કેટલાક કાર્ડધારકોએ મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જે આવેદનપત્ર જણાવ્યું છેકે કાર્ડધારક અનુપભાઈ વાઘભાઈ ડામોર પોતાના ઘરે હતા ત્યારે દુકાનના સંચાલક કે.એન.ડામોરના ઘરના ભારતભાઈ ચંદુભાઈ ડામોર અને ધવલ કલ્પેશભાઈ ડામોર આ બંને આવીને અનુપભાઈ ડામોરને ગાળો બોલવા લાગ્યા હતા અને આવી ખોટી રજુઆત મીડિયામાં કેમ કરી તેમ કહીને કાર્ડધારક અનુપભાઈને ગડદાપાટુનો મારમાર્યો હતો અને એક કારમાં મારમારનાર આ બંને વ્યક્તિઓ લાકડીઓ પણ લઈને આવ્યા હતા તે લાકડીઓ વડે કાર્ડધારક અનુપભાઈને બે-ત્રણ ગોધા મારતા બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તા.૧૩ ના રોજ અનુપભાઈ મોરવા હડફ જવા નીકળ્યા હતા ત્યારે સંચાલકના ઘરના માણસોએ ઉશ્કેરાઈ જઈને મુખ્ય રસ્તા ઉપર આવેલ એમની દુકાન પર ઉભા રહીને જો તમે આ રસ્તા પરથી નીકળ્યા તો તમારી ખેર નથી એવી ધાકધમકીઓ આપી ગાળો બોલ્યા હતા, જયારે દુકાનના સંચાલક કલ્પેશભાઈ ડામોર પણ મારા પિતા કોર્ટમાં નોકરી કરી રિટાયર્ડ થયા છે તેમજ મારી પત્ની અને મોટા ભાઈની વહુ વકીલાત કરે છે તમારે જ્યાં સુધી રજુઆત કરવી હોય ત્યાં સુધી કરો અમારું કોઈ કશું બગાડવાનું નથી અને આ સરકારી દુકાનનો તમામ વહીવટ મારા પિતા નરવતસિંહ ચતુરસિંહ ડામોર કરે છે જેથી હું કોઈથી ગભરાતો નથી અને હું બધાને ખરીદી લઉં તેવી વ્યક્તિ છું તેમ દુકાનદાર કહેતો હોવાનો અને દુકાનદાર રૂપિયાના પાવરથી માણસો રાખી ગરીબ લોકોને ઘરે જઈને મન ધાર્યું કરે છે તેવો આક્ષેપ દુકાનદાર સામે આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે,સાથેસાથે આવેદનપત્રમાં એવું પણ જણાવ્યું છેકે મેખર ગામના અંદાજે ૧૩૦ થી વધુ કાર્ડધારકોને પૂરતો માલ ન મળવાથી દુકાનના સંચાલક કે.એન.ડામોરના ત્રાસથી કંટાળી ગયા હોવાથી મેખર સરકારી દુકાનમાંથી નામો કમી કરાવી ગાજીપુર દુકાનમાં દાખલ કરાવ્યા હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.જોકે આ કાર્ડધારકોએ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી રહ્યા છે અને જો ન્યાય નહિ મળે તો આગળ કાર્યવાહી કરવાની આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપવાની સાથેસાથે મેખર ગામના અનુપભાઈ વાઘાભાઈ ડામોરે મોરવા હડફ પોલીસ મથકે મારમારનાર ભારતસિંહ ચંદુભાઈ ડામોર અને ધવલ કલ્પેશ ડામોર સામે ફરિયાદ નોંધાવી છે,તો બીજી તરફ ધવલ ડામોરે પણ ભુરાભાઈ માલાભાઈ ડામોર, અનુપભાઈ વાઘાભાઈ ડામોર, લાલાભાઈ અમરાભાઈ ડામોર અને રાજેન્દ્રસિંહ બાબુભાઇ ડામોર આ ચારેય સામે મારમારવાની ફરિયાદ નોંધાવી છે, જોકે હાલ સરકાર દ્વારા ગરીબોને આપવા માટે મફત અનાજ આપવામાં આવતું હોય તો આ મફત અનાજનો લાભ ખરા અર્થમાં કાર્ડધારકોને મળી રહ્યો છેકે પછી આ મફત અનાજનો જથ્થો પણ દુકાનદારો દ્વારા બારોબાર કાળાબજારિયાઓને પધરાવીને કાર્ડધારકોને મફત અનાજના લાભથી વંચિત તો નહિ રાખવામાં આવી રહ્યા હોય તે બાબતે તાલુકા સહીત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. હવે જોવું એ રહ્યું કે પુરવઠા વિભાગ એક્શનમાં આવીને મોરવા હડફ તાલુકામાં આવેલ સરકારી દુકાનોમાં તપાસ કરશે કે કેમ?        જોકે હાલ સરકાર દ્વારા ગરીબોને આપવા માટે મફત અનાજ આપવામાં આવતું હોય તો આ મફત અનાજનો લાભ ખરા અર્થમાં કાર્ડધારકોને મળી રહ્યો છેકે પછી આ મફત અનાજનો જથ્થો પણ દુકાનદારો દ્વારા બારોબાર કાળાબજારિયાઓને પધરાવીને કાર્ડધારકોને મફત અનાજના લાભથી વંચિત તો નહિ રાખવામાં આવી રહ્યા હોય તે બાબતે તાલુકા સહીત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. હવે જોવું એ રહ્યું કે પુરવઠા વિભાગ એક્શનમાં આવીને મોરવા હડફ તાલુકામાં આવેલ સરકારી દુકાનોમાં તપાસ કરશે કે કેમ?