Panchmahal : કોરોના વોરીયર્સની ભૂમિકા” વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ

ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધામાં તસનીમ જુજારાએ દ્વિતિય નંબરે આવી ઇનામ મેળવ્યું
હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ કોરોના વોરીયર્સ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના કોરોના વોરિયર્સ વિશે ચિત્ર, નિબંધલેખન અને કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા બેઠા સ્પર્ધામાં ભાગ લેવાનો હતો.અને આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગ ધોરણ ૩ થી ૮ અને માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ ૯ થી ૧૨ એમ બે વિભાગમાં સ્પર્ધા યોજાઈ હતી.
ગુજરાતના સ્થાપના દિને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલી સ્પર્ધામાં ઘણાં બધા લોકોએ સ્પર્ધક તરીકે ભાગ લઈ ચિત્રો દોર્યા હતા. તેમાં ઈકબાલ પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી તસનીમ જુજારાએ નિબંધ સ્પર્ધામાં દ્વિતિય નંબર મેળવી ને ₹ ૧૧,૦૦૦/- નો પુરસ્કાર જીત્યો છે. તસનીમની આ સિદ્ધિ બદલ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.