Panchmahal : સરકારના આદેશ મુજબ માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરાયું

સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે શહેરા નગરના મારુતિ ગરબા મહોત્સવ દ્વારા સરકારના આદેશ મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના ચુસ્ત નિયમ સાથે માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શક્તિપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગરબા બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે, અને લોકોને મર્યાદિત સંખ્યામાં એકઠા થઈ માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરવા માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, શહેર નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ ગરબા મહોત્સવના સંચાલકો દ્વારા ચાલુ વર્ષે સરકારના આદેશ મુજબ ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે, પરંતુ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,જેમાં મર્યાદિત સંખ્યામાં નગરજનો એકઠા થયા હતા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માતાજીની આરતી કરી હતી, હાલમાં શહેરા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજીત ૧૧૫ જેટલા કોરોના કેસો નોંધાઈ ચૂક્યા છે,ત્યારે વધુ કોરોના સંક્રમણ ન ફેલાય તેવા આશયથી મારુતિ ગરબા મહોત્સવ દ્વારા સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.