Panchmahal : સરકારની ગ્રાઇડ લાઇન મુજબ માતાજીની આરતી કરાઈ

મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામે આઠમની રાત્રિએ સરકારની ગ્રાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના ચુસ્ત નિયમ સાથે માતાજીની આરતી તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી
રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગરબા બંધ રાખવા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, અને લોકોને મર્યાદિત સંખ્યામાં એકઠા થઈ માતાજીની આરતી તેમજ પૂજા અર્ચના કરવા માટે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી, તેજ પ્રકારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામે ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું, સુલીયાત ગામના ગરબા મહોત્સવના સંચાલકો દ્વારા ચાલુ વર્ષે સરકારના આદેશ મુજબ ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું, પરંતુ માતાજી ની સ્થાપના કરી મર્યાદિત સંખ્યામાં ગ્રામજનો મલી ને માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને આઠમની રાત્રિએ પણ સુલીયાત ગામના ગરબા મહોત્સવ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માતાજીની આરતી કરી સરકારની ગાઈડલાઈન નુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.