Patan : આર્મી જવાન દ્વારા યુવકોને ટ્રેનિંગ આપવાની પહેલ

દેશની સુરક્ષા કરવા અને દેશપ્રેમ સતત ધબકતો રાખવા અનેક યુવાઓ સુરક્ષા દળ માં જવાના સપના સેવતા હોય છે પણ ટ્રેનિંગ ના અભાવે તેઓના આ સપના સપના જ બની રહે છે જોકે પાટણ ના વતની અને આર્મી માં ફરજ બાજવતા બે જવાનો એ સપના સેવતા યુવાઓ ને ટ્રેનિંગ આપવા ની શરૂઆત કરતા આજે યુવાનો ના સપના સાકાર થવા જઈ રહ્યા હોવાનો આત્મવિશ્વાસ કાયમ બન્યો છે જોઈએ આ અહેવાલ માં ...
ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા અને થોડાક દિવસોથી રજા ઉપર પોતાના ઘરે પાટણ આવેલા બે જવાનો દ્વારા પોલીસ, પીએસઆઇ , પીઆઇ અને આર્મી માં જવા માંગતા યુવાનોને વિનામૂલ્યે ફિઝિકલ તાલીમ આપવા માટે આગળ આવ્યા છે આ બન્ને આર્મી જવાન છે અકિલભાઈ કુરેશી અને નિલેશ કુમાર ભીલ જેઓ વર્ષો પહેલા ભારતીય સુરક્ષા દળ માં ભરતી થવા માટે આ જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હતા પરંતુ યોગ્ય માર્ગદર્શન મળતું ન હતું જોકે તેઓ કઠિન પરિશ્રમ બાદ આર્મી ફોર્સ માં ભરતી પણ થયા અને જમ્મુ કાશ્મીર માં સેવા પણ આપી રહ્યા છે ત્યારે તેઓને જે રીતે તાલીમ ના અભાવે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તે અન્ય યુવકો ને ન કરવો પડે તે માટે તેઓએ યુવકો ને તાલીમ આપવાની શરૂઆત કરી છે
આ જ મેદાન પર વર્ષો સુધી તૈયારીઓ કરીને ભારતીય સેનામાં જોડાઇને દેશની સેવા કરી રહેલા પાટણના બે યુવાનો અકીલ કુરેશી જે હાલ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવી રહ્યા છે અને નિલેશ કુમાર ભીલ કે જેઓ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવી હાલમાં અમદાવાદ પોસ્ટિંગ થયું છે. આ બંને મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી નોકરી પરથી પરિવાર સાથે રહેવા માટે રજા પર આવેલા છે ત્યારે આ રજાનો સદુપયોગ કરવા માટે અને ગુજરાત ના યુવાનો પણ સુરક્ષા દળ માં સેવા આપવા સક્ષમ બને તેવા નીર્ધાર સાથે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર વિનામૂલ્યે યુવાનો ને ટ્રેનિંગ આપી રહ્યા છે જેને લઈ યુવકો માં પણ ઉત્સાહ સાથે ટર્નિંગ મેળવી સૈન્ય માં જોડાવા માટે આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે
હાલમાં આ ગ્રાઉન્ડ ખાતે 50 થી પણ વધુ યુવાનોને રોજ સવારે બેથી ત્રણ કલાક ફિઝિકલ ની સાથે સાથે લેખિત પરીક્ષા ની ટ્રેનિંગ અપાઈ રહી છે જેના કારણે યુવાઓ નું મનોબળ મજબૂત બન્યું છે સાથેજ આ બન્ને આર્મી જવાનો ની દેશપ્રેમ ની ભાવના જોઈ લોકો પણ તેઓના આ ભગીરથ પેયાસ ને વધાવી રહ્યા છે