Patan : રાધનપુર પાલિકાનું તોતિંગ બિલ બાકી નીકળતાં કનેક્શન કપાયું

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા નું વીજ બિલ છેલ્લા ત્રણ વર્ષ થી રૂ .1.55 કરોડનું વીજબીલ ભરપાઈ ન કરતાં રાધનપુર પાલિકા કચેરીનું વીજ જોડાણ કાપી નાખતાં અંધારપટ સાથે પાલિકા ની તમામ કામગીરી થપ્પ થતાં અરજદારો ને ધર્મધક્કા ખાવા પડતા ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો.પાલિકા તંત્ર સવાર થી દોડતું થઈ ગયું હતું.પાલિકા પ્રમુખ વીજ જોડાણ કરાવવા મથામણ હાથધરવા છતાં પુરા રૂપિયા ભર્યા સિવાય જોડાણ ના કરવા વીજ વિભાગ મક્કમ..
રાધનપુર યુજીવીસીએલ દ્વારા નગર પાલિકાને 19 વખત નોટિસ આપી છતાં કોઈ પ્રત્યુત્તર નહિ અને વીજ બિલ ભરપાઈ ના કરાતાં ગત રોજ પાલિકા ના વીજ જોડાણ ના છેડા કાપી નાખતાં કચેરી માં અંધારપટ ચવાય જતાં કામકાજ ઠપ્પ થઈ ગયું હતું સવાર થી અરજદારો ધક્કે ચઢવા મજબુર બન્યા હતા..અરજદારો ના કોઈ પણ પ્રકાર ના કામ વીજ કનેક્શન કપાતાં થઈ શક્યા નહતા..હમણાં લાઈટ આવશે તેવા વાયદા બતાવી અરજદારો ને બેસાડતાં અરજદારો માં રોષ જોવા મળ્યો હતો..પાલિકા તંત્ર નું વીજ જોડાણ કપાતાં પ્રમુખ દોડતા થઈ ગયા હતા.પરંતુ ત્રણ ત્રણ વર્ષ થી વીજ બિલ ભરવા અંગે ugvcl દ્વારા અનેક નોટિસો આપવા છતાં ભરપાઈ ના કરતાં આખરે વીજ જોડાણ કાપતાં પાલિકા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે..જો સત્વરે વીજ જોડાણ નહિ કરાયતો ugvcl દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ નું કનેક્શન કાપી નાખવા માં આવી છે.
રાધનપુર નગરપાલિકા કચેરીનું એક વર્ષ માં ત્રિઈજી વખત વીજ જોડાણ કપાઈ જતા કચેરીમાં વીજ જોડાણ કપાય તે શરમજનક કહેવાય નગરપાલિકા નગરજનો પાસેથી અલગ અલગ વેરા વીજ વેરો સહીત ખાસ કરી ને પાણી વેરો અને સામાન્ય પાણી વેરો એમ અલગ અલગ બે વેરા વસુલવામાં આવે છે.છતાં પણ પાલિકા માં વીજ કનેક્શન કપાતા અંધારપટ છવાયો હતો અને સમાચાર નગરમાં પ્રસરતા મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે.. કચેરીનું વીજ જોડાણ કપાતાં નગરજનોમાં રોષ વ્યાપ્યો હતો .
રાધનપુર નગરપાલિકા ગત 2017 થી એક કરોડ પંચાવન લાખ નું વીજબીલની રકમની લાઈટ સહિતની અલગ અલગ શાખાઓનું ભરપાઈ ન કરાતા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ યુજીવીસીએલ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું . રકમની સમયસર ભરપાઈ કરવા બાબતે જો બીલ ભરવામાં નહી આવે તો તબક્કાવાર તમામ વીજ જોડાણો કાપવામાં આવશે તેમ વીજ વિભાગે જણાવ્યું છે..
કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા નું વીજ વિલ છેલ્લા ત્રણ વર્ષ થી બાકી હોઈ કનેક્શન કપાઈ જતા વિરોધ પક્ષ ભાજપ ના સદસ્ય દ્વારા પાલિકા પર બેદરકારી અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો લગાવ્યા હતા..સાંકળ નો અભાવ અને ચીફ ઓફિસર પણ સમય સર હાજર ન રહેતા હોવા નો આક્ષેપ ની સાથે નવા પ્રમુખ નો સંકલન નો અભાવ અને કોઈ સૂઝ ના પડતી હોવા નો વિરોધ પક્ષ ના નેતા એ આરોપો લગાવ્યા છે.