Prantij : તલોદ હિંમતનગર તાલુકાના શિક્ષીકો દ્વારા રકતદાન શિબિર યોજાઇ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત રાજય પ્રેરિત જિલ્લા શિક્ષણાઅધિકારી કચેરી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાઅધિકારી કચેરી સાબરકાંઠા અને સાબરકાંઠા જિલ્લા કચેરી ના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 મહામારી મા વિકટ સમયે જરૂરી યાત મંદો માટે રકતદાન કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક હિંમતનગર દ્વારા પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે યોજાયો .
પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલખાતે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ-તલોદ-હિંમતનગર ના તાલુકા ના શિક્ષીકો નો દ્વિતિય ચરણ નો રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમગ્ર કાર્યક્રમ ને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો તો આ પ્રસંગે જિલ્લા શિક્ષણાઅધિકારી એસ.કે.વ્યાસ , તથા જિલ્લાપ્રાથમિક શિક્ષણાઅધિકારી હર્ષદભાઇ ચૌધરી , સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કે.એન.મકવાણા , આચાર્ય સંધ ના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ તથા મિતેશભાઇ ભટ્ટ , કમલેશભાઈ પટેલ , શાળા ના આચાર્ય પી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો રકતદાતાઓને મોમેન્ટો ના દાંતાઓ પ્રાંતિજ શરાફી મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલ , તલોદ શશરાફી મંડળી ના ચેરમેન કમલેશભાઈ પટેલ , હિંમતનગર ના ચેરમેન ગીરીશભાઈ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ તથા માધ્યમિક શિક્ષક સંધ તથા રાષ્ટ્રીય શિક્ષક સંધ દ્વારા કરવામાં આવ્યું હતું આ કોરોના ની મહામારી મા જરૂરીયાત મંદો માટે શિક્ષકો દ્વારા શિક્ષણ ની સાથે સાથે રકતદાન થકી સમાજ સેવા એ પણ ઉત્તમ સેવા છે તો જિલ્લા શિક્ષણાઅધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી દ્વારા શિક્ષકો ની રકતદાન ની સેવા ને બિરદાવી હતી તો તમામે તમામ રકતદાતા શિક્ષકો ને પ્રમાણપત્ર કાર્ડ મોમેન્ટો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતાં .