Rajkot : એઇમ્સ બાદ કેન્દ્ર સરકારની રાજકોટને વધુ એક ભેટ મળી

રાજકોટ એઇમ્સ બાદ કેન્દ્ર સરકારની રાજકોટને વધુ એક ભેટ મળી છે. એઇમ્સ બાદ આજે PM નરેન્દ્ર મોદી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
દેશના 6 શહેરમાં ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજીની મદદથી લાઇટ હાઉસ પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે. 118 કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સીટી એરિયામાં 1144 આવાસ તૈયાર કરવામાં આવશે. ત્યારે આ પ્રોજેકન્ટા ભૂમિપૂજન કાર્યક્રમમાં CM રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે. વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું મેં કીધું હતું કે હું 20-20 રમવા આવ્યો છું અને ત્રણ સદી ફટકારી છે. આ સાથે જ અનેક ટીપી સ્કીમ સહિતના વિકાસ કામો પૂરા કર્યા છે.
અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ આપણે કર્યા છે. છેલ્લા 2 મહિનામાં ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન થાય તેવા કામો કર્યા છે. નવું વર્ષ એ વિકાસની હરણફાળ લઇને આવ્યું છે. ભારતનો સૌથી મોટો રોપ-વેનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયું. દિવસે વીજળી ખેડૂતોને મળે એ માટે ભારતમાં પ્રથમ એક માત્ર ગુજરાત રાજ્યમાં 1055 ગામોમાં વીજળી આપવાની શરૂઆત કરી છે.
વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે 22 માસમાં એઇમ્સ શરૂ થઇ જશે. દરેક વિભાગમાં અલગ અલગ યોજના મારફત સર્વના કલ્યાણ માટે સરકાર આગળ વધી રહી છે. 17,000 કરોડથી વધુ કિંમતની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. હવે સ્માર્ટ સીટી બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરી વિકાસ માટે ખૂબ જ અગત્યતા સમજી આ સરકાર કામ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે કડકમાં કડક કાયદા બનાવવા સરકાર કામ કરી રહી છે. દારૂબંધી માટે કડક કાર્યવાહી ગુજરાત સરકાર કરે છે. કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં કેમ દારુબંધી નથી થતી?