Surat : TRB જવાનનો એક બાઈક ચાલકને દંડો મારતો વિડીયો વાયરલ

ટીઆરબી જવાનો વારંવાર કોઈ ને કોઈ વિવાદમાં સપડાતા હોય છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ટીઆરબી જવાન એક બાઈક ચાલકને દંડો મારતો દેખાય છે. તો આ અંગે ટીઆરબી જવાને વાહન ચાલકે તેને ગાળ આપી મારવા આવી ચપ્પુ બતાવ્યો હોવાનુ જણાવ્યુ હતું.
ટીઆરબી જવાનો કોઈને કોઈ રીતે કારણે વિવાદમાં સપડાતા હોય છે તયારે વધુ એક ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ટીઆરબી જવાન વાહન ચાલક સાથે તુ તુ મે મે કરતો અને દંડો મારતો નજરે પડે છે. ત્યારે આ અંગે ટીઆરબી જવાનને પુછાતા તેણે જણાવ્યુ હતું કે બાઈક ચાલકે તેની પાસે આવી ગાળા ગાળી કરી મારવા દોડી ચપ્પુ બતાવી જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારે હાલ તો ટીઆરબી જવાને દંડો મારતો વિડીયો વાયરલ થયો છે જો કે સામે ટીઆરબી જવાને પોતાને ધમકી અપાઈ હોવાની સાથે ચપ્પુ પણ બાઈક ચલાકે બતાવ્યો હોવાનુ જણાવ્યુ છે. ત્યારે આ મામલે તપાસ થાય તો જ સાચી હકીકત સામે આવે તેમ છે.