Surat : અહેમદભાઈ પટેલનું નિધન થતા રાજકીય સાથે તેમના ચાહકોમાં શોક

કોંગ્રેસના દિગ્ગજ વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું નિધન થતા રાજકીય સાથે તેમના ચાહકોમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. ત્યારે સુરતના માજી મેયર કદીરભાઈ પિરઝાદાએ શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે તેમના જવાથી ગુજરાતને જે ખોટ પડી છે તે ક્યારેય ન પુરી શકાય.
કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલના બિછાને કોંગ્રેસના પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યાં છે. સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ હોય છે. કદીરભાઈ કહે છે કે, દેશના રાજકારણમાં તેમનું ખૂબ મોટું નામ હોવા છતાં ક્યાંય તમને એ દેખાય નહી. સામાન્ય માણસની સતત ચિંતા કરનારા અહેમદભાઈના અવસાનથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ સર્જાઈ છે. તેમણે કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ક્યારે ગુજરાતને અન્યાય ન થાય તેની સતત ચિંતા કરેલી. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા છે. તેમનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. અહેમદભાઈએ કોરોના સંક્રમણ વખતે લાગેલા લોકડાઉનમાં પણ તેમણે માર્ગદર્શન આપતાં કહ્યું કે, કોરોના વોરિયર્સની મદદ કરો. અને એટલે જ ધરતીકંપ, રેલ, કોરોના હોય સુરત આવતા હતાં. કોરોનામાં તેમના કહેવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં 2 લાખ ગરીબો માટે આપ્યા હતા સાથે જ અન્નક્ષેત્રોમાં પણ દાન કર્યું હતું.
વધુમાં અહેમદભાઈ પટેલનો સુરત સાથે સૌથી જૂનો સંબંધ હતો.અસંખ્ય વાર સુરત આવ્યા હતાં. અનેક સંમેલન, સામાજિક કાર્યક્રમ, ખાનગી કાર્યક્રમ, દરેક પ્રેસની મુલાકાત લીધી છે. તાલુકા પંચાયતના પ્રમુખથી રાજકીય શરૂઆત કરી હતી. ગામડાઓ અને ટ્રાઈબલ વિસ્તારના વિકાસમાં સિંહ ફાળો આપ્યો હતો. ગૌશાળામાં ગ્રાન્ટ આપી હતી.