Surat : ઈદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક મળી

આગામી શુક્રવારે આવનાર મુસ્લિમોના ઈદે મિલાદના તહેવારને લઈ કોરોનાના કારણે જુલુસ કાઢવા પર પ્રતિબંધ હોય જેને લઈ અઠવા, મહિધરપુરા, લાલગેટ, ચોક બજાર, સલાબતપુરા સહિતના પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેેઠક મળી હતી. જેમાં એક સુરે કોરોનાની મહામારીને લઈ જુલુસ ન કાઢવા માટે આહવાન કરાયુ હતું.
હાલ કોરોનાની મહામારીને લઈ દરેક તહેવારને જાહેરમાં ઉજવવા માટે પ્રતિબંધ મુકાયો છે. જેને લઈ દરેક તહેવારોની ઉજવણી હાલ સાવ ફિક્કી થઈ રહી છે. ત્યારે શુક્રવારે આવનાર મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદુન નબીના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ આ વખતે જુલુસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે. જે અંગે સુરતના અઠવા, મહિધરપુરા, લાલગેટ, ચોક બજાર, સલાબતપુરા સહિતના પોલીસ મથકોમાં મીટીંગ મળી હતી. જેમાં પોલીસ સાથે સમિતિના સભ્યોએ એક સુરે કોરોનાની મહામારીને લઈ જુલુસ ન કાઢવા એક સુરમાં આહવાન કર્યુ હતું.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે હાલ તહેવારોની ઋતુ શરૂ થઈ હોય જેથી લોકોએ વધુ સજાગ રહેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે. અને સાદગીથી દો ગજ કી દુરી સાથે તહેવારોની ઉજવણી કરવા અપિલ કરાઈ રહી છે.