Surat : ક્રાઈમ બ્રાન્ચની મીસીંગ સેલ દ્વારા કુટણખાનામાં દરોડા

ક્રાઈમ બ્રાન્ચની મીસીંગ સેલે બાતમીના આધારે મંગળવારે મોડી સાંજે વેસુ વીઆઈપી રોડ પર આવેલ સન આર્કેડ શોપિંગ સેન્ટર અને વીઆઈપી હાઈટ્સમાં દરોડા પાડી ત્યાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાંથી વિદેશી સહિતની યુવતિઓ સાથે વેપારી, વિદ્યાર્થી અને કારખાનેદારોને પણ પકડ્યા હતાં.
વેસુ વીઆઇપી રોડ પર 2 શોપિંગ સેન્ટરોમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો મીસીંગ સેલે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમબ્રાંચની મીસીંગ સેલે મંગળવારે બપોરે વેસુ વીઆઇપી રોડ પર સન આર્કેડ શોપિંગ સેન્ટરના કોકુન થાઈ સ્પામાં ડમી ગ્રાહક મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. સ્પામાં નોકરી કરતો શિષ્ટીધર અર્જુન મહાતો, ગ્રાહક રાજન ખનીજા સરેન્દ્ર પાલને પકડી પાડયા હતા. જયારે સ્પાના સંચાલક મલિક અને નિકુંજ વોન્ટેડ છે. સ્પામાંથી 3 મહિલાને મુક્ત કરાવી છે. વીઆઇપી રોડ પર વીઆઇપી હાઇટસમાં અરમાની અને તેરાત્મા સ્પામાંથી સંચાલક દિપ પ્રકાશ ડેને પકડયો હતો. જયારે અરમાની સ્પાની સંચાલક કાજલ વોન્ટેડ છે. બન્ને સ્પામાંથી 10 ગ્રાહક ઝડપાયા હતા. જયારે 9 મહિલાને મુક્ત કરાવી હતી. ગ્રાહકોમાં રવિ પટેલ, દિપક પટેલ, શિષ્ટીઘર મહાતો, રાજન પાલ, દિપક ડે, ભીમ ગોસાઈ, કરણ શીરતુરે, હર્ષ શેઠીયા, ફેનીલ પટેલ, પ્રદ્યુમ્ન તિવારી, મોસીબુલ શેખ, ધનારામ મિસ્ત્રી અને આકાશ પટેલની ધરપકડ કરી હતી. ગ્રાહકમાં હર્ષ અને પ્રદ્યુમ્ન વિદ્યાર્થી અને રાજન વેપારી છે. મોસીબુલ એમ્બોઈડરીનો કારખાનેદાર છે.
વધુમાં સ્પામાં પોલીસની રેઇડ ન પડે તે માટે સીસીટીવી કેમેરા પર વોચ રાખવા એક માણસ રાખ્યો હતો. સ્પામાં આવનાર ગ્રાહક પાસે પાસવર્ડ કે કોઈની ઓળખ હોય તો એન્ટ્રી અપાતી હતી. બાકી અજાણ્યો વ્યકિત જાય તો અહીં ખોટા કામ થતા નથી એવુ કહી કાઢી મુકે છે. કાઉન્ટર પર પહેલા 1 હજાર આપી બાકી એક્સ્ટ્રા સર્વિસના બીજા 1 હજાર એમ 2 હજાર વસૂલતા જેમાંથી ગ્રાહક દીઠ 500 યુવતીને અપાતા હતા.