Surat : કારોના કાચ તોડી તસ્કરો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરી ફરાર

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કારના સાયલન્સરની ચોરીઓ થવા લાગી છે. જેમાં કાપોદ્રા કારગીલ ચોક ખાતે આવેલ ભગવતી કૃપા સોસાયટીની વાડી પાસે પાર્ક કારોના કાચ તોડી તસ્કરો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરી ગયા હોવાના બનાવો પોલીસ મથકે નોંધાવવા પામ્યા છે.1
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં કારના સાયલન્સની ચોરીઓ થતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે સુરતમાં પણ આવી જ ઘટનાઓ બની છે. જેમાં કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ ભગવતી કૃપા સોસાયટની વાડી પાસે પાર્ક બે કારના સાઈલેન્સરની ચોરી કરી અજાણ્યાઓ ભાગી છુટ્યા હતા. જે અંગે કાર માલીક કીરીટ ડોબરીયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે.