Surat : કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા

જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે કોરોના વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાત માટે સરકાર દ્વારા 93,500 ડોઝ ફાળવાયા છે જેમાંથી 34 હજાર ડોઝ સુરતને મળશે. સુરતમાં કોરોના રસીકરણના 22 સ્થળોમાં સૌથી વધુ 5 અઠવા ઝોનમાં રાખવામાં આવ્યા છે. વેક્સિનનો જથ્થો સુરત આવતા તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના સ્ટોરેજ સેન્ટરમાં મુકાયો હતો.
આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે તે વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાઇ થયો છે. આ જથ્થો બપોરના સમયે સુરત નવી સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં આવી ગયો છે. નવી સિવિલમાં વેક્સિન સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી 22 સ્થાન પર મોકલાશે. જ્યારે બીજી તરફ હેલ્થ વર્કરોમાં વેક્સિન લેવા અંગે અસમંજસની સ્થિતિ પણ હોવાનું જણાઇ રહ્યું છે ત્યારે સરકાર રસી તેમના લાભાર્થે આપી રહી હોય જેથી વધુને વધુ રસીકરણમાં ભાગ લેવા આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ અપીલ કરી રહ્યાં છે. ​​​​​​​કોવિશિલ્ડની 5 એમએલની 3400 વાયલ એટલે કે રસી રાખવાની શીશી આવી છે આ 5 એમએલની એક વાયલ માંથી 10 વ્યક્તિઓને એટલે કે હેલ્થ કેર વર્કરોને ઈન્ટ્રા મસ્ક્યુલર 0.5 એમએલ ડોઝ આપી શકાશે. 0.5 એમએલનું હાથ ઉપર ઓટો ડિસ્ટ્રક્શિન ઇન્જેકશન એટલે કે માત્ર એક જ વખત આપી શકાય તેવું ઈન્જેકશન યુઝ એન્ડ થ્રો અપાશે. આ સાથે રસીકરણ બાદ લાભાર્થીને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવશે. જેથી કોઈ આડઅસર થઇ હોય તો સારવાર કરાવી શકાય. સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા રસીકરણ માટે ઝોન પ્રમાણે સ્થળો વહેંચ્યા છે જેમાં વરાછા એમાં સ્મીમેર, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વરાછા બીમાં મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ, લિંબાયત ઝોનમાં ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ, રાંદેર ઝોનમાં યુનાઇટેડ ગ્રીન, સેલ્બી અને બીએપીએસ હોસ્પિટલ, સેન્ટ્રલ ઝોનમાં મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, કતારગામ ઝોનમાં પ્રાણનાથ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ, અઠવા ઝોનમાં મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, સનસાઇન, ટ્રાઈસ્ટાર, સિવિલ હોસ્પિટલ પર રસીકરણ કરાશે.
ખાસ કરીને સુરત મહાનગર પાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33,336 હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટ લાઈનર્સને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના 34000 રસીના ડોઝની સપ્લાઈ પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે થશે.