Surat : કોરોના સંક્રમણને રોકવા મનપા કમિશ્નર જાતે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દિવાળી તહેવારો બાદ સંક્રમણ માં વધારો થતાં સુરત મનપા કમિશ્નર દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં રાઉન્ડ લઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુન્સીપલ કમિશ્નર જાતે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અધિકારીઓની બેદરકારીથી સામે આવી રહી છે. અધિકારીઓ મ્યુન્સીપલ કમિશ્નરની મહેનત ધૂળ ધાણી કરી રહ્યા છે.
કતારગામ ઝોન થી માત્ર થોડા અંતરે આવેલ લલિતા ચોક વિસ્તારમાં શોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર હજારો શ્રમિકો જોવા મળી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આખરે ક્યાં છે કતારગામ ઝોનનું તંત્ર? કોરોના સંક્રમણ રોકવા માટે કમિશ્નર દ્વારા અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે કતારગામ ઝોનના વિસ્તારોમા શોશીયલ ડિસ્ટન્સના ધજાગરાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કતારગામ ઝોનના તંત્રની બેદરકારીને લીધે અગાઉ પણ કતારગામ ઝોન માં સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. ત્યારે ફરી એક વાર કતારગામ ઝોનમાં કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં.. લલિતા ચોક પર ના દ્રશ્યો જોતા જરૂર કતારગામ ઝોનમાં મોટા પાયે સંક્રમણ ફેલાય તો નવાઈ નહીં. કતારગામ ઝોનના અધિકારીઓના નાક નીચે આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે શું કતારગામ ઝોન કોરોના સંક્રમણ અટકાવવા માગે છે કે વધુ ફેલાય તેની રાહ જોઈ ને બેઠું છે.