Surat : ક્રોમા સેન્ટરમાંથી ઘોદાટ દોડ લાખની કિંમતનો કેમેરાની ચોરી

ઘોડદોડ રોડ રામ ચોક પાસે આવેલ ક્રોમા સેન્ટરમાંથી દિલ્હીના બે ઠગો ગ્રાહકના સ્વાંગમાં આવી મોંઘોદાટ દોડ લાખની કિંમતનો કેમેરો ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીયાવ બુડીયા રોડ પર રહેતા મુત્યુજંય સિંઘએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ઘોડદોડ રોડ રામ ચોક પાસે આવેલ ક્રોમા સેન્ટરમાં નોકરી કરે છે અને તેઓના ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા દિલ્હીના બે ઠગો જેમાં આમિરઅલી શૌન અને હુસૈનઅલી નાઓ એ કર્મચારીઓની નજર ચુકવી ક્રોમા સેન્ટરમાંથી દોઢ લાખથી વધુની કિંમતનો સોની કંપનીનો કેમેરો ચોરી કરી ભાગી છુટ્યા હતાં હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.