Surat : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યુ

સુરત શહેરમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને કોવિડથી કઈ રીતે સાવચેત રહેવાની સાથે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે.
શહેરમાં કોરોના રોજેરોજ વકરી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસ 299 એટલે કે 300થી માત્ર એક ઓછો છે ત્યારે સુરતમાં હવે તંત્રની સાથે ખાનગી સંસ્થાઓ પણ લોકોને કોરોનાથી કઈ રીતે સાવચેત રહેવુ અને કોવિડ ગાઈડ લાઈનનું કઈ રીતે પાલન કરવુ તે અંગે સમજ આપવા આગળ આવી છે. જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પણ લોકો કોવિડ નાઈનટીનની ગાઈડ લાઈનનું પાલન કરે તે માટે જનજાગૃતિ અભિયાન પદયાત્રા શરૂ કરી છે. જેમાં વિવિધ સ્લોગન સાથે લોકોને કોવિડ નાઈટનથી સાવચેત રહેવાની સાથે કોવિડ ની ગાઈડડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવા લોકોને જાગૃત કર્યા હતાં.
ચેમ્બર્સ દ્વારા વરાછા સુરત ડાયમંડ એસોસીએશનની ઓફિસેથી આ પદયાત્રા કાઢવામાં આવી હતી જે ચોકસી બજાર અને મહિધરપુરા હિરાજ બજાર સુધી પહોંચી હતી. સાથે હિરાના કારખાનેદારો તેમજ સ્થાનિક લોકોને કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવા સ્લોગન્સ સાથે સમજ અપાઈ હતી.