Surat : નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ હેઠળ દર્દીઓને કીટનું વિતરણ કરાયું

સુરત મહાનગર પાલિકા સંચાલિત નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ હેઠળ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ઘત બુધવારના રોજ સ્મિમેર મેડિકલ કોલેજ ખાતે શ્રીમતી શાંતાબેન પટેલ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટ વિતરણ કરવામાં આવી હતી. જે કીટ લેવા ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
એન.આર.આઈ. શાંતાબેન પટેલ દ્વારા સુરત મહાનગર પાલિકામાં નોંધાયેલા દર્દીઓને કિટ વિતરણ કરવામાં આવી હતી.