Surat : નવા 237 પોઝીટીવ કેસ સાથે કુલ આંક 35,331 પર પહોંચ્યો

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 237 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 35,331 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 3ના મોત સાથે મૃતાંક 995 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 32,454 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 237 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 35,331 પર પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 3 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 995 થયો છે. સોમવારે સુરત શહેરમાંથી 183 અને જિલ્લામાંથી 73 મળી કુલ 256 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 32,454 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,882 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 25,648 કોરોના પોઝિટિવ કેસમાં 720 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9,683 કેસ પૈકી 275ના મોત થયા છે. સુરત સિટીમાં 23,702 અને સુરત જિલ્લામાં 8,725 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.