Surat : પાંડેસરા પોલીસે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી

પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ બેના મકાનમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પાંડેસરા પોલીસે ઝડપી પાડી મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ બેના પ્લોટ નંબર 152માંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડી પાડ્યા હતાં. પોલીસે પાડેલા દરોડામાં મહિલા બુટલેગર ભારતીબેન રાજેશભાઈ રાણા ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનો સામાન કબ્જે કર્યો હતો. તો ઝડપાયેલી મહિલા બુટલેગર ભારતીબેન રાણા નાનપુરા વચલી શેરીમાં આવેલ જયમાતાજી રેસીડેન્સીમાં રહેતા બુટલેગર રાકેશ રાણા સાથે મળી આ ડુપ્લીકેટ દારૂ બનાવતી હોવાનું બહાર આવતા પાંડેસરા પોલીસે બુટલેગર રાકેશ રાણાને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાંડેસરા પોલીસે હાથ ધરી છે.