Surat : પાંડેસરા વિસ્તારમાં લોકોને સજાગ કરવા પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

હાલ સુરતમાં કોરોના કહેર વધી રહ્યો છે મનપા તંત્ર સાથે પોલીસ પર કોરોનાના સંક્રમણને અટકાવવા તનતોડ મહેનત કરી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં લોકોને સજાગ કરવા પોલીસ દ્વારા રીક્ષાઓ પાછળ અવરનેસના બેનરો લગાડી લોકોને કોરોનાથી બચવા અપિલ કરાઈ રહી છે.
સુરતમાં તહેવારો બાદ કોરોના બેકાબુ થયો છે. સુરતમાં કોરોનાની બીજી વેવ શરૂ થઈ છે. સુરતમાં હાલ રોજ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાને અટકાવવા મનપા તંત્ર અથાગ મહેનત કરી રહ્યું છે. ત્યારે મનપા ટીમ સાથે હવે પોલીસ પણ પાલિકાની ટીમની જીમે લોકોને કોરોનાથી બચવા માટે આહવાન કરી રહી છે. પાંડેસરા વિસ્તારમાં રિક્ષાઓ પાછળ પોલીસ દ્વારા રીક્ષાઓ પાછળ લોકોમાં જાગૃત્તા આવે તે માટે બેનરો લગાડવામાં આવ્યા હતાં. બાઈટ-
પાંડેસરાના જુદાજુદા વિસ્તારોમાં કોરોના માટે લોકોમાં અવરનેસ આવે તે માટે રિક્ષા પાછળ પોલીસ દ્વારા બેનરો લગાવાયા છે.