Surat : પી.પી.સવાણી સ્કુલ ખાતે વિજયી ભવઃ નામે સન્માન સમારોહ યોજાયો

હાલમાં યોજાયેલ નીટ અને જેઈઈની પરિક્ષામાં ઉચ્ચતમ રેન્ક મેળવનાર પી.પી. સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓનું મંગળવારના રોજ અબ્રામા ખાતે આવેલ પી.પી. સવાણી સ્કુલ ખાતે વિજયી ભવઃ નામે સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં મેયર અને યુનિવર્સિટીના વીસી ના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયુ હતું. હાલમાં જ જેઈઈ અને નીટની પરિક્ષાનું પરિણામ જાહેર કરાયુ હતું જેમાં સુરતના પી.પી. સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓએ જળહળતી સફળતા મેળવી હતી. જેથી વિદ્યાર્થીઓનું મંગળવારના રોજ વિજયી ભવઃ નામના શિર્ષક હેઠળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર ડોક્ટર જગદીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી. જેવી કોલેજમાંથી સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી સારા ટેકનોક્રેટ્સ બની આત્મનિર્ભર ભારત ના સંદેશને મજબુત કરવા માટે હાંકલ કરી હતી. તો મેયર ડોક્ટર જગદીશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયુ હતું. તો પી.પી. સવાણી ગ્રુપની શાળાએ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડોક્ટર હેમાલીબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા પાસ કરી જે વિધાર્થીઓ તબીબી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમને ખુબ ખુબ અભિનંદન સાથે સાથે આ કોરોના જેવી મહામારી બીમારી સામે લડવા માટે સક્ષમ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજયી ભવ શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓના યોજાયેલા સન્માન સમારંભમાં પી.પી. સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી તથા આઈ.આર.એસ. નિવાસ બદ્રી, આઈ.આર.એસ. રીતેશ મિશ્રા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને તમામે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.