Surat : પોલીસે મહિલાનો હાથ પકડી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ

સિટીલાઈટ વિસ્તારમાં માસ્ક ન પહેરવાને કારણે મહિલાને પોલીસે રોક્યા બાદ મહિલાએ દંડ ભરી દીધુ હતુ જો કે મહિલાએ મોબાઈલ કાઢતા જ પોલીસે જાણે પોતાનો વિડીયો ઉતારતી હોય તેમ મહિલાનો હાથ પકડી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. સાથે પોલીસ દ્વારા અણછાજતુ વર્તન કરાયુ હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.
સુરતમાં માસ્કને લઈ પોલીસ અને મનપા કર્મચારીઓ સાથે શહેરીજનોની રોજેરોજ રકઝક થઈ રહી છે. ત્યારે આવી જ એક ઘટના ફરી શુક્રવારે સામે આવી હતી. જેમાં સિટીલાઈટ વિસ્તારમાં માસ્ક ન પહેરવાને કારણે એક મહિલાને પોલીસે રોકી દંડ રવાનું કહ્યુ હતું. જેથી મહિલાએ દંડ ભર્યુ હતુ. પરંતુ તે જ સમયે મોબાઈલ કાઢતા એ.એસ.આઈ.એ મહિલા વિડીયો ઉતારતી હોવાની શંકા જતા મહિલાનો હાથ પકડી લીધો હતો. અને બળજબરીપુર્વક મોબાઈલ ખેંચી ધક્કો માર્યો હોવાનું મહિલાએ આક્ષેપ કર્યો હતો. સાથે મહિલાએ બુમાબુમ કરતા એએસઆઈએ અન્ય મહિલા પોલીસને બોલાવી લીધી હતી. અને મહિલાને ધમકી આપી હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.
માસ્ક પહેરવા માટે પોલીસ અને પાલિકા તંત્ર સાથે લોકોના વારંવાર વિવાદ થઈ રહ્યા છે ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે શહેરીજનોએ પણ ફરજિયાત માસ્ક પહેરવુ જોઈએ તેવી અપિલ કરાઈ રહી છે.