Surat : પોલીસે લાખોના દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા

સુરતમાં લોકડાઉન વચ્ચે પણ બુટલેગરો દારૂ નવી નવી તરકીબો અજમાવી દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે અઠવા પોલીસ પણ મોડસ ઓપરેન્ડી અજમાવતા બુટલેગરોથી આગળ હોય તેમ લાખોના દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.
એક તરફ સુરતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો કોઈને કોઈ મોડસ ઓપરેન્ડી થકી સુરતમાં દારૂનો વેપલો કરી રહ્યા છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નિતનવી તરકીબો પણ અજમાવે છે. ત્યારે સુરતની અઠવા પોલીસ પણ આવા બુટલેગરો સામે લાલ આંખ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અઠવા પોલીસ મથકના પી.આઈ. જે.પી. જાડેજાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ મોહસીન સૈયદની બાતમીના આધારે અઠવા પોલીસની ટીમે અંબાજી રોડ રતન માસ્તની ગલી પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈ પસાર થતા બુટલેગર હરીશ રાણાન ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી 1 લાખ 76 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે બીજા બનાવમાં રૂદ્દરપુરા લાપસીવાળાની ચાલના બંધ મકાનમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી દારૂનો વેપલો કરતા બુટલેગરો હિતેશ ઉર્ફે મયત થોરાડ અને સોહેલ ઉર્ફે સોનુ અન્સારીને ઝડપી પાડી પોલીસે 1 લાખ 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બુટલેગર નરેન્દ્ર ઉર્ફે અપ્પુ કહાર અને આકીબ ઉર્ફે અલોનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. એક તરફ સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે બીજી તરફ અઠવા પોલીસ મથકના પી.આઈ. જે.પી. જાડેજા બુટલેગરો સામે લાલ આંખ કરી રહ્યા હોય જેને લઈ બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.