Surat : ભાજપના ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષના નામોની જાહેરાત

સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની નિમણૂંક બાદ હવે નવા માળખાની પણ જાહેરાત કરાઈ છે. જેમાં સાત ઉપ પ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે.
સુરત શહેર ભાજપનું માળખું જાહેર કરાયું હતું. શહેર પ્રમુખની જાહેરાત બાદ શહેર ભાજપના ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષના નામોની જાહેરાત કરાઈ હતી. 7 ઉપ પ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કરાયા હતા. ઉપપ્રમુખોમાં રણજીત ચીમના, પંકજ દેસાઈ, લક્ષ્મણ કોરાટ, હેમેન્દ્ર બોરસલ્લીવાળા, મનુ પટેલ, તેજલ કાપડિયા અને ભાવના પટેલનો સમાવેશ થાય છે જ્યારે મહામંત્રીઓમાં મુકેશ દલાલ, લલિત વેકરીયા અબે કિશોર બિંદલનો સમાવેશ કરાયો છે. મંત્રીઓમાં વિરલ ગિલિટવાળા,ભીખુ પટેલ, પ્રદીપસિંહ રાજપૂત, દેવિકા જાદવાની, રાજેન્દ્ર પાટીલ, સુમિત્રા પટેલ, રક્ષા સોલંકી અને નલિની બરોટને સ્થાન આપવામાં આવ્યું છે. કોષાધ્યક્ષ તરીકે પ્રવીણ માળીની વરણી કરાઈ છે. તો સુરત શહેર ભાજપનું માળખું જાહેર થયા બાદ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે અમે સંતુલિત ટીમ બનાવી છે. તમામ વિધાનસભા વિસ્તાર અને તમામ સમાજને આવરી લેવા પ્રયાસ કર્યો છે. આગામી ચૂંટણીમાં મનપાની તમામ 120 બેઠકો જીતવાના નીર્ધાર સાથે ટીમ કામ કરશે.