Surat : મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા ચૌટા બજાર બંધ કરાયો

કોરોના બેકાબુ બનતા સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા ચૌટા બજાર સાથે મોટાભાગના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવાતા દુકાનદારોમાં તંત્ર સામે થોડો રોષ પણ જોવા મળ્યો હતો પરંતુ તંત્ર દ્વારા લોકો માટે જ કામગીરી કરાતી હોય લોકોએ પણ સાથ આપ્યો હતો. તો બીજી તરફ મોલ અને ગેમ ઝોન સહિત પણ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
કોરોનાની મહામારી વચ્ચે રાત્રી કરફ્યુની જાહેરાત કરાઈ છે. ત્યારે શનિવારે રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લદાયુ હતું. પરંતુ રવિવારે સવારથી જ ફરી લોકોની ઠેકઠેકાણે ભીડ જોવા મળી હતી. જેને લઈ સુરત મનપા કમિશનરે સેન્ટ્રલ ઝોન વિસ્તાર કે જ્યાં દિવાળી ટાણે પણ સૌથી વધુ ભીડ ખરીદીની હતી અને હાલમાં પણ પોઝીટીવ કેસ વધી આવી રહ્યા હોય જેથી ચા - નાસ્તાની લારીઓ અને દુકાનો ત્રણ દિવસ માટે બંધ રાખવા આદેશ કર્યા છે તો સાથે ચૌટા બજાર અને ચોક બજાર, રાજમાર્ગ સહિતના વિસ્તારોની દુકાનો પણ સવારથી મનપા તંત્રએ બંધ કરાવી હતી. તો મનપા તંત્ર દ્વારા મોલ્સ અને ગેમ ઝોન બંધ કરાવવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી. તો બીજી તરફ સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં દુકાનો રવિવારે સવારથી જ બંધ કરાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં થોડો રોષ પણ જોવા મળ્યો હતો જો કે લોકોના આરોગ્ય માટે જ કામગીરી કરાતી હોય તંત્રને સાથ અપાયો હતો. હાલ તો કોરોનાના કેસોમાં વધારો થતા મનપા તંત્ર એકશનમાં આવી ગયુ છે અને પોલીસ સાથે મળી સંકલન કરી મનપાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે આ કામગીરી કોરોના સામે કેટલી કારગત સાબીત થાય છે તે તો જોવુ રહ્યું...